Rajkot: જસદણ ભાજપમાં ડખ્ખાં! કુંવરજી બાવળીયા પર બીજેપીના જ દિગ્ગજ નેતાએ લગાવ્યા ગંભીર આરોપ
રાજકોટ: જિલ્લાના જસદણમાં ફરી રાજકારણ ગરમાયું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ફરી હેડલાઈનમાં આવ્યા છે. વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ ગંભીર આરોપ લગાવ્યો છે.
રાજકોટ: જિલ્લાના જસદણમાં ફરી રાજકારણ ગરમાયું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ફરી હેડલાઈનમાં આવ્યા છે. વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સામે આરોપ લગાવતા સમગ્ર પંથકનું રાજકારણ ગરમાયું છે.
જુના ભાજપના કાર્યકરોને કુંવરજીભાઇ બાવળિયા દ્વારા સાઈડ લાઇન કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઈટ અને પાણીનું બીલ ન ભરતા હોવાથી અધિકારીઓ ઉઘરાણી કરવા જાય ત્યારે ધમકાવતા હોવાની કુંવરજીભાઇ બાવળિયા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ સામે આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે આ રીતની વાતો સામે આવી હોય. આ પહેલા પણ કુંવરજી બાવળીયાને લઈને અનેક વખત રાજકારણ ગરમાઈ ચૂક્યું છે.
દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેના ઠીક બીજા દિવસે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે, વિક્રમ સંવત અનુસાર ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે, આ વખતે મંગળવારે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે, આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતવાસીઓ માટે ખાસ પ્રાર્થના કરી છે, મુખ્યમંત્રી વહેલી સવારથી જ માતાજી અને ભગવાનના મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા.
નૂતન વર્ષના પ્રારંભે અડાલજ, ત્રિમંદિરે ભગવાન શ્રી સીમંધર સ્વામી સહિત દેવીદેવતાઓના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 14, 2023
આ અવસરે ઉપસ્થિત સૌ મુમુક્ષુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી તેમજ સર્વ જીવોના મંગલ અને કલ્યાણની કામના કરી. pic.twitter.com/sUqpbANHFn
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગરમાં આવેલી પ્રસિદ્ધ પંચદેવ મંદિર અને અડાલજમાં આવેલા જાણીતા ત્રિમંદિર પહોંચ્યા હતા, અહીં મુખ્યમંત્રીએ વહેલી સવારે દર્શન-પૂજન કર્યા હતા તેમજ નાગરિકોની સુખાકારી તેમજ સમગ્ર રાજ્ય અને દેશની સર્વાંગી પ્રગતિ હેતુ મંગલ કામના કરી હતી.
આજના દિવસે મુખ્યમંત્રીએ નૂતન વર્ષમાં નવા સંકલ્પો, નવી ઊર્જા, નવી ચેતના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પણ વાત કરી હતી, તેમને 'સૌના સાથ, સૌના પ્રયાસ' માટે પ્રતિબદ્ધ થવા નાગરિકોને અપીલ કરી હતી. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પણ લીધો હતો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગી વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી હતી.