શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ સગા દીકરાએ જ છરીના ઘા મારી બાપનું ઢીમ ઢાળી દીધું, જાણો શું છે ઘટના
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.
રાજકોટઃ રંગીલા રાજકોટમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. સગા દીકરાએ જ પિતાની હત્યા કરી દીધી છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં આ ઘટના ઘટી છે.
સમગ્ર મામલે મૃતકના પુત્ર અજય મકવાણાએ જણાવ્યું હતું કે અમારા પિતા રાજુ મકવાણા અવારનવાર અમારી માતાને હેરાન-પરેશાન કરતા હતા. દારૂ ગાંજા સહિતના નશીલા પદાર્થનો સેવન કરતાં હતા. ત્યારે આજે વહેલી સવારે પણ અમારા પિતા અમારી માતા સાથે બોલાચાલી તેમજ મારકૂટ કરી રહ્યા હતા આ સમયે અમારા પિતા છરી લઈ માતાને મારી નાખવા દોડ્યા હતા.
ત્યારે જ રોહિત મકવાણા એ પિતા પાસે રહેલ છરી આંચકી પિતા ને જ છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી. હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ રોહિત મકવાણાની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. રાજેશ મકવાણા દારૂ ગાંજા સહિતના નશાનો આદિ હોવાના કારણે અવારનવાર પૈસા બાબતે પોતાની પત્ની સાથે તેમજ પોતાના પુત્રો સાથે માથાકૂટ કરતો હતો જેથી ઘણા સમયથી ખુદ પરિવારના સભ્યો પણ રાજુ મકવાણાના ત્રાસથી કંટાળી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement