શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં

રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે.

Stone pelting on Vande Bharat train in Rajkot: વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ સ્ટેશનના 4 કિલો મીટર પહેલા પથ્થરમારો કર્યો હતો. C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા હતા. કોઈ મોટું નુકસાન નથી, કોઈને ઇજા પણ પહોંચી નથી.ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવીએ છીએ. ટીમો તપાસ કરે છે, પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનમાં એસ્કોર્ટ પણ હોય છે. જેના દ્વારા પણ તપાસ કરી હતી. બીલેશ્વર આસપાસના લોકોની અને મુસાફરોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ આવી રીતે પથ્થરો મારવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

Rajkot: રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં

વંદે ભારત ટ્રેન પર આ પહેલા પણ પથ્થરમારાની અનેક ઘટના ઘટી છે. (18-19 જૂન) દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું.  ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ સાતમી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી.જાન્યુઆરી 2023માં RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તૂટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે, જેમાં 80 ટકા ઉત્પાદનો સ્વદેશી છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget