શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં આજીડેમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

રાજકોટ: શહેરનાં આજીડેમમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. ભાવનગર હાઇવે પર આર.કે ગેઇટ પાસે લાશ પડી હોવાની પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.

રાજકોટ: શહેરનાં આજીડેમમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. ભાવનગર હાઇવે પર આર.કે ગેઇટ પાસે લાશ પડી હોવાની પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી. પોલીસને પુરુષના ખિસ્સામાંથી આઈડી પ્રુફ મળી આવતા મૃતકનું નામ લાખાભાઈ ડાંગર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા સદસ્યએ ભાજપના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા

રાજકોટ:  જિલ્લાના જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 6 ભાજપ મહિલા સદસ્યએ સોનલબેન વાસાણીએ ઓડિયો વાઇરલ થયો છે. ઓડિયો ક્લિપ મારફતે ભાજપના કેટલાક નેતાઓ ખોટી રીતે હેરાન કરી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે.  સોનલબેન વાસાણીના પતિ જણસીના ધંધા સાથે સંકળાયેલ છે. જેઓના ગોડાઉનને ભાજપના કેટલાક નેતાઓના કહેવાથી મામલતદાર ખોટી રીતે રેડ કરીને હેરાન કરી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે. સોનલબેન વાસાણીએ ઓડિયો ક્લિપમાં પ્રદેશના એક નેતાનું નામ લીધા વગર કહ્યું કે, મારી પાસે અનેક પૂરાવા છે.

જો મને ખોટી હેરાન કરી તો હું દરેક પૂરાવા મીડિયા સામે રાખીશ. કુંવરજીભાઈ બાવળીયાને ટીકીટ મળી એટલે પ્રદેશના એક નેતાને નથી ગમ્યું.  પ્રદેશના આ નેતા એવુ સમજે છે હું એટલે ભાજપ અને ભાજપ એટલે હું. એવું સોનલબેન વાસાણીએ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કર્યો અને આ પ્રદેશના ભાજપના નેતાઓના અનેક પૂરાવા મારી પાસે છે તેવી ચીમકી ઉચારી. ભાજપના નગરપાલિકા વોર્ડ નંબર છ ના સદસ્ય સોનલબેન વાસાણીએ પોતે જ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. જેના કારણે જસદણ શહેર ભાજપના નેતાઓમાં ચાલતો જૂથવાદ ફરી સામે આવ્યો છે. 

સ્કૂલે જતી 10 વર્ષની બાળકીનું અપહરણ

વલસાડના વંકાસ નજીકની હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. હત્યા કરાયેલી હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગીરાના પિતા મહારાષ્ટ્રના તલાસરીના રહેવાસી છે. તલાસરી પોલીસે ગણતરીના કલાકનોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ સ્કૂલે જઈ રહેલી બાળકીનું અપહરણ કર્યું હતું. મહારાષ્ટ્રમાંથી અપહરણ બાદ બાળકીને ગુજરાતના ઉમરગામના વંકાસ નજીક લાવ્યો હતો. વંકાસની હદમાં બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી હતી. આ ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. મહારાષ્ટ્ર અને વલસાડની ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget