
(Source: ECI/ABP News/ABP Majha)
જીરુ પકવતા સૌરાષ્ટ્રના ખેડૂતો ખુશખુશાલ, જીરૂનો ભાવ મણે રેકોર્ડ બ્રેક 12000ની સપાટીએ પહોંચ્યો
સતત બે દિવસથી જીરુંના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં જીરુના ભાવમાં એક મણે 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

Cumin Price: આ વર્ષે જીરું પકવનારા ખેડૂતો માલામાલ થઈ ગયા છે. જીરૂંના સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરુંના એક મણનો ભાવ 12,000 ની સપાટીએ પહોંચ્યો હતો.
ખેડૂતોને જીરુના ભાવ ડબલ કરતાં પણ વધુ મળ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોને જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ મળ્યો છે. સતત બે દિવસથી જીરુંના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં જીરુના ભાવમાં એક મણે 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે શિયાળામાં સૌરાષ્ટ્રમાં જીરા ના પાક નું મોટા પ્રમાણમાં વાવેતર થવાની શક્યતા છે.
ઓગસ્ટ કોન્ટ્રાક્ટના સૌથી સક્રિય મહિના માટે જીરાનો વાયદો 14 જુલાઈએ ઘટીને રૂ. 57,290 પ્રતિ ક્વિન્ટલ થયો હતો, જે જુલાઈ 13ના ભાવ કરતાં 1 ટકા ઓછો હતો.
અગાઉ 11 જુલાઈના રોજ તેની ફ્યુચર્સ કિંમત એક સમયે રૂ. 60,450 પ્રતિ ક્વિન્ટલના ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. બીજી તરફ, સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદક અને વેપાર બજાર ઊંઝામાં તેની હાજર કિંમત રૂ. 300 ઘટીને રૂ. 58,550 થઈ હતી.
વિક્રમી ઊંચા ભાવે જીરાની માંગ સ્વાભાવિક રીતે થોડી ઓછી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં તેની આવકમાં વધારો થવાની ધારણા છે. ગુજરાતમાં હવામાન અને વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, જેની માનસિક અસર બજાર પર જોવા મળી હતી.
તે જાણીતું છે કે જીરુંનું ઉત્પાદન રવિ સિઝનમાં થાય છે અને તેની વાવણી ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે. જો ચોમાસું જોરદાર રહેશે તો આ વર્ષે જીરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને કારણે ગયા અઠવાડિયે જીરાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ થયો હતો પરંતુ હવે હવામાન ચોખ્ખું થઈ ગયું છે જેના કારણે આવકમાં થોડો વધારો થઈ શકે છે. પરંતુ ઉત્પાદન ઘટવાના કારણે જીરૂ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

