શોધખોળ કરો

Rajkot: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ, સ્ટ્રેચરને એકાએક કેસરી કલર કરવામાં આવતા રાજકારણ ગરમાયું

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.

તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.

તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયું છે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. મહેશ રાજપૂતે કહ્યું કે,  આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે. તો આ મામલે મેડિકલ અધિકારીએ કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટેચર હોય છે. સ્ટેચ્યર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો.

વિદ્યુત સહાયકની ઓનલાઇન પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ

વિધુત સહાયકની ઓનલાઇન પરીક્ષા મામલે થયેલી ગરબડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડના પગલે 24 કલાકમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સહિત 6 શખ્સો પકડાયા છે. પ્રાથમિક તપાસ અને પૂછપરછમાંથી એવી હકીકત સામે આવી છે કે, 300 જેટલા ઉમેદવારો પાસ કરાવવા માટે કુલ 30 કરોડથી વધુ પડાવ્યાં છે. અત્યાર સુધીમાં આ રેકેટમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હાલમાં પકડાયેલા આરોપી પૈકીમાંથી  નિશીકાંત શંશીકાંત સિન્હા, જે વડોદરા ભાયલીમાં વડોદરા ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર લેબના ઈનચાર્જ હતા, 2 સલીમ નિઝામુદ્દીન ઢાપાએ જેના પર  30 ઉમેદવારોને પાસ કરાવી 3 કરોડ પડાવ્યાનો આરોપ છે. એજન્ટ મનોજ મંગળ મકવાણાએે 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યાનો આરોપ છે.  નિકુંજ કુબેર પરમારએે 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ મેળવ્યા હતા. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ 2019માં રાજસ્થાન બીટસ પીલાની કોલેજમાં વિદ્યાર્થીઓના ગેરકાયદે એડમિશનના ગુનામાં નિશીકાંત સિન્હાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરી તિહાડ જેલ મોકલાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget