શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકારઃ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલા નોંધાયા નવા કેસ? જાણો વિગત
જૂનાગઢ અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 3 અને ભાવનગરમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે, ત્યારે આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, જામનગર અને ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના કેસોની વાત કરીએ તો જૂનાગઢ અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 3 અને ભાવનગરમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.
રાજકોટની વાત કરીએ તો ગોંડલ તાલુકાના વાસાવડ ગામે કોરોનાના ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના ચાર લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પતિ- પત્ની અને ૨ બાળકોને કોરોના થયો છે. મળતી વિગતો પ્રમાણે આ પરિવાર મુંબઈથી વાસાવડ આવ્યો હતો અને હોમ ક્વોરેન્ટાઇનમાં હતા. અહીં તેમના કોરોનાના સેમ્પલ લેવાયા હતા, જે આજે પોઝિટિવ આવ્યા છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી જિલ્લામાં 80 એક્ટિવ કેસો છે. જ્યારે 87 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે.
આજે જૂનાગઢમાં નવા ચાર કેસ નોંધાયા છે. આજે મેંદરામાં બે અને જૂનાગઢ શહેરમાં બે કેસ નોંધાયા છે. મેંદરડાની વાત કરીએ તો એક જ પરિવારના બે પુરુષોને કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. પપ અને ૨૫ વર્ષના બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અગાઉ આ જ પરિવારના બે લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ, એક જ પરિવારના ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢમાં કુલ 47 કેસ નોંધાયા છે.
જામનગરમાં આજે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે. આ તમામ કેસ જામનગર શહેરના છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 106એ પહોંચી ગઈ છે. આવી જ રીતે ભાવનગરમાં આજે એક કેસ નોંધાયો છે. સુમેરુ ટાઉનશીપ ઘોઘા રોડ નજીક રહેતા 55 વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આધેડની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. ત્રણ દિવસ પહેલા કોરોના ના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હાલ ભાવનગરમાં કોરોનાનો આંક 174 પર પહોંચ્યો છે. તો અત્યારસુધી માં 13 લોકોના મોત થઇ ચુક્યા છે. તેમજ 123 લોકો સ્વસ્થ થયા છે, તો 34 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement