શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રનું આ પ્રસિદ્ધ મંદિર ભક્તોના દર્શન માટે મુકાયું ખુલ્લું, કયા કયા નિયમોનું કરવું પડશે પાલન?
50 લોકોના ગ્રૂપને દર્શન કરાવ્યા બાદ અન્યને મંદિર પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટઃ સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાના આજથી ભાવિકો દર્શન કરી શકશે. વીરપુર જલારામ વિશ્વ પ્રસિદ્ધ જલારામ બાપાના મદિરે આજથી દર્શન શરૂ થતાં પ્રથમ દિવસે શ્રધ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. લોકોને દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓએ રાજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
રાજીસ્ટ્રેશન કરાવેલ શ્રધ્ધાળુને ટોકન આપવામાં આવશે. 50 લોકોના ગ્રૂપને ટોકન આપીને દર્શન કરવવામાં આવશે. 50 લોકોના ગ્રૂપને દર્શન કરાવ્યા બાદ અન્યને મંદિર પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર 60 વર્ષ ઉપર અને 10 વર્ષની અંદરના લોકોને મંદિર માં પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રધ્ધાળુઓએ મંદિરમાં પોતાના મોબાઈલ, પર્સ, બુટ ચપ્પલ બધું બહાર અન્ય જગ્યાએ રાખીને પ્રવેશ મળશે.
મંદિરના ભોજનાયલય-પ્રસાદલાય બંધ રહેશે. સરકારના આગલા આદેશ સુધી ભોજનાલય-પ્રસાદલાય બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement