શોધખોળ કરો

સાવરકુંડલા APMCમાં હરાજી બંધ રહેતા ખેડૂતોને હાલાકી, વેપારી - યાર્ડ સત્તાધીશોની આંતરિક લડાઈમાં ખેડૂતોનો મરો

માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂત રઝળી પડ્યો છે.

Savarkundla News: અમરેલીની સાવરકુંડલા APMCમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રઝળ્યા છે. વાત એમ છે કે ધર્મકુળ કોટનનાં પ્રોપ્રાઈટર ઘનશ્યામભાઈ ધડુકને ખેડૂત સાથે અસભ્ય વર્તનનાં આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇસ્પેકટરે નોટીસ ફટકારી હતી. ત્યારે વેપારીને નોટીસ ફટકારાતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજ્યુ અને દાદાગીરીથી યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂત રઝળી પડ્યો છે. તો વેપારી મંડળનો આરોપ છે કે, અગાઉ ચૂંટણીની અદાવતમાં વેપારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિવાદ અંગે યાર્ડના સેક્રેટરી ખેડૂતનું દર્દ સમજ્યા અને વેપારી એસોસિએસનને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વેપારી એસોસિએશન ખેડૂતનું દર્દ સમજવા તૈયાર નથી.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. આજે ફરી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં આ વિરોધની આગ ફેલાઈ રહી છે.

ગઈકાલે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે.  તો આજે ફરી ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલનને ઉગ્ર બનાવ્યુ છે. ગોંડલ યાર્ડમાં વિરોધ પ્રદર્શન સમયે 10 જેટલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઈ અને તાત્કાલિક ચીમકી ઉચ્ચારનાર ખેડૂતોની અટકાયત કરી હતી. તો ખેડૂતોના વિરોધના કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પર બ્રેક લાગતા વેપારીઓનો પણ પરસેવો છુટ્યો છે. ગોંડલ વેપારી એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ તાત્કાલિક પ્રશ્નના નિરાકરણની માગ કરી છે.

ઊંઝાની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો છે. મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Smart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?Mahisagar Marriage | 75 વર્ષના દાદા બન્યા ‘વરરાજા’, પોતાના લગ્નમાં મન મૂકીને નાચ્યાRajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામેBharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
Embed widget