શોધખોળ કરો

Rajkot: શાપરમાં બોલેરોએ બાઈકને મારી ટક્કર, બે ભાઈઓના ઘટના સ્થળે મોત 

રાજકોટના શાપરમાં વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. શાપરમાં કિશાન ગેઇટ સામે પુલ ઉપર રોંગ સાઈડમાં આવતા બાઇકને બોલેરો ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો.

રાજકોટ:  રાજકોટના શાપરમાં વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. શાપરમાં કિશાન ગેઇટ સામે પુલ ઉપર રોંગ સાઈડમાં આવતા બાઇકને બોલેરો ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓના મોત  થયા છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે.

પોલીસ પાસથી મળતી વિગતો અનુસાર,  રાજકોટમાં ગોંડલ રોડ ઉપર વાવડી વિસ્તારમાં રહેતો ચંદ્રપ્રકાશ દિનદયાલ વર્મા (ઉ.વ.32) અને તેનો મોટો ભાઈ વીરબહાદુર દિનદયાલ વર્મા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાનામાંથી છૂટ્યા બાદ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જવા બંને ભાઈઓ બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે શાપરમાં કિશાન ગેઇટ સામે આવેલા પુલ ઉપર બંને ભાઈઓ ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવેતી બોલેરો કારના ચાલાકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ટક્કર મારી હતી. 

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવકની સારવાર કારગત નિવડે તે પહેલા જ પહેલા ચંદ્રપ્રકાશ વર્માએ અને બાદમાં વીરબહાદુર વર્માએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ચાર ભાઈ હતા.  ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બે-બે પુત્ર છે. અને કારખાનામાંથી કામ કરી બંને ભાઈઓ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટનાને ળઈ શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

લિંબડી-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન

રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદ અને મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક-એક વ્યક્તિનું મોત થયુ હતુ, તો વળી, બે દિવસ પહેલા રાજકોટ હાઇવે પર વધુ એક રાહદારીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી હતી.  લિંબડી-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી.  અહીં પગપાળા જતા લોકોને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.  અજાણ્યા વાહનની ટક્કર વાગતા પગપાળા જઇ રહેલો એક વ્યક્તિ મોતને ભેટ્યો હતો.  આ હિટ એન્ડ રનની ઘટના હાઇવે પર બોડીયા અને લિંબડી વચ્ચે સર્જાઇ હતી. વહેલાલથી દ્વારકા પગપાળા ચાલીને જતા સંઘને આ અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યો વાહન ચાલક આ સંઘના જ એક વ્યક્તિને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો, બાદમાં હિટ એન્ડ રન અક્સ્માતમાં ભોગ બનનાર વ્યક્તિના મૃતદેહને લિંબડીની સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video ViralHun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Embed widget