શોધખોળ કરો
Advertisement
રાજકોટના મોલમાં પરિવાર ફિલ્મ જોવા પહોંચ્યો અને અજાણ્યા શખ્શોએ જાહેરમાં તરૂણીની કરી છેડતી પછી શું થયું? જાણો વિગત
તરૂણીના પિતાએ પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સો દ્વારા તરૂણીના પિતાને તેમજ ભાઈને માર માર્યો હતો. બન્ને પક્ષોએ સામસામે અરજી કરી.
રાજકોટ: રાજકોટના ક્રિસ્ટલ મોલમાં એક તરૂણી પોતાના પરિવાર સાથે ફિલ્મ જોવા પહોંચી હતી ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી ત્યાર બાદ તરૂણીના પિતાએ પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સો દ્વારા તરૂણીના પિતાને તેમજ ભાઈને માર મારવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
તરૂણીના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો ક્રિસ્ટલ મોલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારે તરૂણીના પરિવારજનો દ્વારા છેડતી તેમજ માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે.
શખ્સોએ પણ તરુણીના પરિવારજનો વિરૂદ્ધ એટ્રોસિટી દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે. ક્રિસ્ટલ મોલમાં બનેલ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી અરજી કરાઈ છે. ત્યારે હાલ પોલીસે બંને પક્ષોની અરજી સ્વીકારી પોલીસ તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion