શોધખોળ કરો

Gujarat:  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુસાર, રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 5 થી 7 એપ્રિલ ગુજરાતમાં  માવઠું પડશે.

રાજકોટ:  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગના અનુસાર, રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 5 થી 7 એપ્રિલ ગુજરાતમાં  માવઠું પડશે.  5 તારીખે રાજકોટ,  જામનગર, દ્વારકા,  મોરબી,  કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. 6 તારીખે કચ્છ,  બનાસકાંઠા, સાબરકાંઠા,  અરવલ્લી અને મહીસાગરમાં માવઠું પડશે.  હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

 7 તારીખે કચ્છ, સુરત,  ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં માવઠું પડશે.  હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાક તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી વધશે.  આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર  સૌથી ગરમ શહેર રહ્યા છે.  આ ત્રણેય શહેરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

Gujarat: કમોસમી વરસાદથી ઘઉંના ભાવ ઉંચકાયા, ગૃહિણીઓના બજેટ ઉપર પડશે અસર

રાજયભરમાં ઉનાળામાં  મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી વરસી રહયા હતા. માવઠું થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. જેની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી-જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ  500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પણ થઇ છે.

દર વર્ષે એપ્રિલ મે મહિનામાં ઘઉંની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ  400થી 500 સુધીના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં  550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ  600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉંમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે. 

આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં પીસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે રૂપિયા 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે.  જીરામાં 40 રૂપિયાનો વધારો થયો છે. સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. આમ ગત ડિસેમ્બર માસમાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget