શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો? નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો.

ગીર સોમનાથઃ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. નિતલી ગામની નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ ગઈ હતી. ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. જેને લઈને ખેડૂતોમાં ફરી ચિંતા વધી ગઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નિતલી ગામે નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો પાણીમાં તણાઈ ગઈ હતી. જંગ વિસ્તારમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધાર, બેડીયા, મોતીસર, ચીખલકુબા અને નિતલી ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણી જ્યાં જુઓ ત્યા પાણી ભરાઈ ગયા હતાં. સાહી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નગડિયા, શરોસણી, અંબાડા, વાજડી તેમજ છ ગામ સંપર્ક વિહોણા બન્યા હતાં. આ ઉપરાંત તુલસી શ્યામ ગીરના આસપાસ પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. સાહિ નદીમાં ઘોડાપુર આવતાં નગડીયા, શરોસણી, અંબાડા, વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણો બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 104 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget