શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ગામમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો? ગલીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્ય જોવા મળ્યાં

સૌરાષ્ટ્રના ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોંડલન બાન્દ્રા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાન્દ્રા ગામમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

એક બાજુ બફારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદે માજા મુકી છે ત્યારે આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગોંડલન બાન્દ્રા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાન્દ્રા ગામમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગામમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેડૂતોએ ઉપાડેલી મગફળીનો પાક તણાઈને નદીમાં વહેતો થયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ગોંડલ સહિતના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ પંથકમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતાં. જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા વધા ગઈ હતી. ગોંડલના ગ્રામ્ય વિસ્તાર દેવચડી, બાંદ્રા, મોવિયા, શ્રીનાથગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં અસહ્ય બફારા વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મહત્વનું છે કે રાજકોટમાં 22 તારીખ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. જસદણ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાઈ ગયું હતું. જસદણના શિવરાજપુર, લીલાપુર, માધ્વીપુર, વડોદ, ગઢડીયા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાબરાના ઘુઘરાળા, ઉટવડ, ચમારડી, નીલવડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે રોડ-રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સતત વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. અમરેલીના વિઠ્ઠલપુર ગામમાં અનરાધાર વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતાં. ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. અમરેલીના ફતેપુર, પીઠવાજાળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Embed widget