શોધખોળ કરો
Advertisement
મહિલા ASI અને કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસ: ખૂશ્બુ રવિરાજને ઘરમાં શું કહીને બોલાવતી હતી? જાણીને આશ્ચર્ય થશે
મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસમાં FSL રિપોર્ટમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજ સિંહ જાડેજાને ગોળી મારીને તેના જ ખોળામાં માથું મૂકીને આત્મહત્યા કરી હતી.
રાજકોટ: મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસમાં FSL રિપોર્ટમાં કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજ સિંહ જાડેજાને ગોળી મારીને તેના જ ખોળામાં માથું મૂકીને આત્મહત્યા કરી હતી.
રાજકોટ ઝોન-2ના ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ખુશ્બુ અને રવિરાજ વચ્ચે 9 મહિનાથી પ્રેમસંબંધ બંધાયો હતો. 15 દિવસ પહેલાં જ તેઓ ફરવા માટે મુંબઈ ગયા હતા. બંને એકબીજાને મોબાઈલ પર પતિ-પત્ની તરીકે સંબોધતા હતા.
પ્રેસ કોન્ફરન્સ મુજબ ખુશ્બુ અને રવિરાજ રોજ મળતાં અને મોડી રાત સુધી મોબાઈલ પર ચેટિંગ પણ કરતા. આ ઉપરાંત તે બન્ને રોજ એક સાથે જ જમતા હતાં. બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો પણ એકબીજા સાથે રોજ બોલાચાલી અને તકરાર પણ થતી હતી. મુંબઈ ફરવા ગયા ત્યારે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રવિરાજ ખુશ્બુને આર્થિક મદદ પણ કરતો હતો. જોકે, બંનેના મોત વચ્ચેનો સમયગાળો હજુ સુધી જાણી શકાયો નથી.
ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારી પોતે રવિરાજ સિંહનાં મૃતદેહનાં ખોળામાં માથું મુકી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરિંગની ઘટના સમયે રવિરાજ જવાની તૈયારીમાં હતો અને ખુશ્બૂએ પુરા કપડાં પહેર્યા ન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement