શોધખોળ કરો

Ram mandir: મંદિર પહોંચી રામલલાની મૂર્તિ, જાણો કયારે ગર્ભ ગૃહમાં થશે બિરાજમાન, જાણો 18થી 22 જાન્યુઆરીનો સંપૂર્ણ કાર્યક્રમ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે અને ધાર્મિક વિધિઓ પણ ચાલી રહી છે. બુધવારે રામ લલાની મૂર્તિને ક્રેનની મદદથી મંદિર પરિસરમાં પહોંચાડવામાં આવી હતી.

Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ પહેલા વૈદિક રિવાજો મુજબ વિધિઓ શરૂ કરવામાં આવી છે. બુધવારે રામ લાલાની મૂર્તિને મંદિર પરિસરમાં લઈ જવામાં આવી હતી. આ પહેલા રામ લાલાની પ્રતિકાત્મક મૂર્તિને સમગ્ર કેમ્પસની આસપાસ લઈ જવામાં આવી હતી. 18મી જાન્યુઆરી એટલે કે ગુરુવારે રામ લાલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામ લલ્લાનું  આસન 3.4 ફૂટ ઊંચુ બનાવવામાં આવી છે, જેમાં મકરાનાના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામ લાલાના મંદિરમાં ગર્ભગૃહ હશે જેમાં કુલ 5 મંડપ બનાવવામાં આવ્યા છે. મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. પહેલા માળે હજુ થોડું કામ કરવાનું બાકી છે, અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞ, હવન અને અનુષ્ઠાન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, શુભ સમય 22 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે શુભ મૂહૂર્ત હશે. 16 જાન્યુઆરીથી પૂજા પદ્ધતિ શરૂ કરી દેવામાં આવી છે.

 રામ મંદિર માટે આસ્થા ટ્રેનનું સંચાલન

 ભારતીય રેલ્વેએ અયોધ્યા માટે લગભગ 200 આસ્થા ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. આ ટ્રેનો એટલા માટે ચલાવવામાં આવશે કારણ કે મંદિરના અભિષેક કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. તે જ સમયે, ગુરુવારથી અયોધ્યામાં 200 ઇલેક્ટ્રિક બસોનું સંચાલન શરૂ કરવામાં આવી રહ્યું છે. ઈ-રિક્ષા શરૂ થઈ ગઈ છે.

 PM મોદીની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 11 દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા છે, જેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. પીએમ મોદીએ રામ લાલાના મંદિર પરિસરમાં પ્રવેશ પર ખુશી વ્યક્ત કરી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમ માટે દેશ અને દુનિયામાંથી 7,000 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.     

સંપૂર્ણ કાર્યક્રમ 18થી 22 જાન્યુઆરી 

8 જાન્યુઆરી- આ દિવસથી અભિષેકની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.

19 જાન્યુઆરી- રામ મંદિરમાં યજ્ઞ કુંડની  સ્થાપના કરવામાં આવશે. બાદ  અગ્નિ પૂજા થશે અને વિધિવત અગ્નિ પ્રગટાવવામાં આવશે.

20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.

21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.

અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Embed widget