Russia-Ukraine News:રશિયામાં યુક્રેનમાં માનવીય સંઘર્ષ વિરામનું એલાન, નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત શરૂ
રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખાર્કીવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે
Russia-Ukraine war: રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખાર્કીવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાએ બુધવારે સવારે યુક્રેનમાં નાગરિકોને સલામત રીતે બહાર જવા માટે માનવતાવાદી વલણ અપનાવતાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાએ બુધવારે સવારે યુક્રેનમાં નાગરિક વસ્તીને બહાર કાઢવા માટે માનવતાવાદી વલણ અપનાવતાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, રશિયાએ "સાયલન્સ મોડ" જાહેર કર્યું છે અને કિવ સહિત અનેક શહેરોમાંથી ઈવેક્યુએશન કોરિડોરને આપવા માટે તૈયારી પણ કરી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે બંને પક્ષોએ એકબીજા પર ઈવેક્યુએશન કોરિડોરને અવરોધવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ કહ્યું કે તેઓ ચેર્નિહિવ, સુમી, ખાર્કીવ, મેરીયુપોલ અને ઝાપોરિઝ્ઝ્યાથી કોરિડોર આપવા તૈયાર છે. માનવતાવાદી સંકલન કેન્દ્રના વડા, મિખાઇલ મિઝિન્ટસેવે જણાવ્યું હતું કે રશિયાએ ફરીથી યુક્રેનને નાગરિકોના પરત ફરવાના માર્ગો પર સંમત થવાની ઓફર કરી હતી.
જેલેંસ્કીએ શું અપીલ કરી
યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ યુદ્ધ દરમિયાન નાગરિકોને સલામત સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહેલા યુક્રેનિયન નાગરિકો માટે રેડ ક્રોસ તરફથી વધુ સહકારની હાકલ કરી હતી. મંગળવારે એક અજ્ઞાત સ્થળેથી એક વિડિયો સંદેશમાં, તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણના દરિયાઈ બંદર શહેર માર્યુપોલમાં નાકાબંધી વચ્ચે પાણીના અભાવે એક બાળકનું મૃત્યુ એ શહેરના લોકો કેટલા ભયાવહ હતા તેની નિશાની છે.
ભારતે સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું સલામત કર્યાં સ્વદેશ રવાના
ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન શહેર સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલ્ટાવા શહેર માટે વિદ્યાર્થીઓની બસોમાં સવાર થઈ ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટ્વીટ કર્યું, "આ જાણ કરતાં આનંદ થાય છે કે અમે સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલામન રીતે બહાર કાઢ્યા છે.
તેણે કહ્યું કે ઓપરેશન ગંગા અભિયાન હેઠળ ફ્લાઈટમાં તેને ભારત પરત લાવવામાં આવશે. નોંધનીય છે ,કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતથી ભારત અત્યાર સુધીમાં પૂર્વી યુરોપિયન દેશમાં ફસાયેલા 17,100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવી ચૂક્યું છે. સુમીમાં રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે છેલ્લા 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.