Russia Ukraine War: Russia Ukraine War: આંખોની સામે પિતાને મરતાં જોયા, 13 વર્ષિય ઘાયલ વોવાએ યુદ્ધની ભયાવહ સ્થિતિ કરી રજૂ
13 વર્ષના કિશોર વોવાને પાંચ ગોળીઓ વાગી હતી, પિતાને ગોળી વાગતા રોડ પર તડપીને મરતા જોયા, માતાની આસપાસથી સાત ગોળી પસાર થઇ પરંતુ તે બચી ગઇ. આંસુ ભરી આંખોએ વોવાએ યુદ્ધની સ્થિતિ કરી રજૂ કરે છે.
![Russia Ukraine War: Russia Ukraine War: આંખોની સામે પિતાને મરતાં જોયા, 13 વર્ષિય ઘાયલ વોવાએ યુદ્ધની ભયાવહ સ્થિતિ કરી રજૂ Russia Ukraine war many children life destroyed emotional and shocking story Russia Ukraine War: Russia Ukraine War: આંખોની સામે પિતાને મરતાં જોયા, 13 વર્ષિય ઘાયલ વોવાએ યુદ્ધની ભયાવહ સ્થિતિ કરી રજૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/20/f55b8f97f417ac5d2b60d2b71c734f43_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine War: 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. તો 1,399 ઘાયલ થયા છે. 13 વર્ષના કિશોર વોવાને પાંચ ગોળીઓ વાગી હતી. જો કે તેની જિંદગી બચી ગઇ છે તુ ફરીથી ચાલવા સક્ષમ થવાની આશા ઓછી છે. વોવાએ યુદ્ધની ભયાવહ સ્થિતિને રજૂ કરતા જણાવ્યું કે, પિતા અને ભાઇને ગોળી વાગતાં તડપી-તડપીને મરતાં જોયા.
વોવા ભારે દુ:ખ સાથે તેની સ્થિતિ વર્ણવે છે "જ્યારે હું ઊભા થવાનો પ્રયત્ન કરું છું, ત્યારે મારી પીઠમાં ખૂબ દુખાવો થાય છે. મને ચાલવાની છૂટ નથી.કારણ કે ડોકટરો હજુ સુધી જાણતા નથી કે તે ક્યારેય તેના ડાબા પગનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે કે નહીં.' વોવાને કોમ્યુટર ગેમ્સ પસંદ છે. તે હોસ્પિટલના પલંગ પર જ થોડું હોમવર્ક કરે છે.મેં મારા ભાઇ અને પિતાને તડપી-તડપીને મરતાં જોયા છે.
વોવા અને તેનો પરિવારે છેલ્લા ત્રણ અઠવાડિયાથી શેરીઓમાં તેમના જીવન બચાવવા માટે આમથી તેમ ફરે છે. 26 ફેબ્રુઆરીના રોજ, વાવા તેના 43 વર્ષીય પિતા એલેક્ઝાંડર અને માતા નતાલ્યા સાથે કિવથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમની સાથે તેનો પિતરાઈ ભાઈ, તેમની પત્ની, પુત્ર અને પુત્રી હતા. જો કે આ સમયે ગોળીબાર શરૂ થયો હતો. નતાલ્યાની આસપાસ 10 અથવા 11 ગોળીઓ પસાર થઈ, પરંતુ તેણી તે બચી ગઈ. પરંતુ તેના પતિ, પિતરાઈ ભાઈનો 6 વર્ષનો પુત્ર મેક્સિમ ગોળીબારમાં માર્યો ગયો. નતાલ્યાએ જણાવ્યું કે યુક્રેનની સેનાએ તેને કારમાંથી બહાર કાઢી અને ફાયરિંગ બંધ કરવા બૂમો પાડી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં.
2 દિવસ સુધી પડી રહી પિતાની લાશ
નતાલ્યાએ જણાવ્યું કે, વોવના પિતાના મૃતદેહને પ્લાસ્ટિકની ચાદરમાં લપેટીને રોડની બાજુમાં રાખવામાં આવ્યો હતો. બે દિવસ સુધી લાશ ત્યાં પડી હતી. તેમને આ અઠવાડિયે મિકલેવ વિસ્તારમાં દફનાવવામાં આવ્યાં . પરંતુ નતાલ્યા અને વોવા છેલ્લી ક્રિયામાં હાજરી આપી શક્યાં નહીં. નતાલ્યાના લગ્નને લગ્નને 15 વર્ષ થયાં હતાં. તેનો પતિ કરિયાણાની દુકાનમાં કામ કરતો હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)