બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
એક ઉદ્યોગ પરિષદમાં હાજરી આપતા અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવોવેક્સનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તે ત્રણ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને દરેક રીતે વાયરસ સંક્રમણથી સુરક્ષા પ્રદાન કરશે.
એક ઉદ્યોગ પરિષદમાં હાજરી આપતા અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવોવેક્સનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તે ત્રણ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને દરેક રીતે વાયરસ સંક્રમણથી સુરક્ષા પ્રદાન કરશે.
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોના વાયરસ ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વ માટે સતત પડકારો વધારી રહ્યું છે. તે વિશ્વના તમામ દેશોમાં ફેલાઇ રહ્યો છે. ભારતમાં પણ 49 કેસ નોંધાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, કોવિડ રસીકરણથી આને ટાળી શકાય છે, ત્યારબાદ લોકો પૂછવા લાગ્યા છે કે, બાળકોને ક્યારે રસી આપવામાં આવશે. આ પ્રશ્નનો જવાબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલાએ આપ્યો હતો. પૂનાવાલાએ કહ્યું કે, આગામી છ મહિનામાં બાળકો માટે કોવિડ-19 રસી લાવવાની યોજના છે.
અદાર પૂનાવાલાએ એક ઉદ્યોગ પરિષદમાં હાજરી આપતાં જણાવ્યું હતું કે કોવોવેક્સનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે અને તે ત્રણ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને સર્વાંગી સુરક્ષા પ્રદાન કરશે. હાલમાં, કોવિડશિલ્ડ અને કોવિડ-19 માટેની અન્ય રસીઓ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે અપાઇ રહી છે.. પૂનાવાલાએ કહ્યું, “અમે બાળકોમાં ગંભીર સંક્રમણ નથી જોવા મળતું . સદભાગ્યે બાળકો માટે ગભરાશો નહીં. જો કે, અમે બાળકો માટે છ મહિનામાં એક બાળકો માટે રસી લઈને આવીશું, આશા છે કે તે ત્રણ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે હશે”
દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. દિલ્હી અને રાજસ્થાનમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ નોંધાયા સાથે, દેશમાં નવા કેસની કુલ સંખ્યા વધીને 49 થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજે 8 નવા કેસ નોંધાતા હવે દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 57 પર પહોંચી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ જણાવ્યું છે કે નવા ઓમિક્રોન કોરોનાવાયરસ સ્ટ્રેન 63 દેશમાં જોવા મળ્યા છે.