Sonia Gandhi Hospitalized:સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તાવની ફરિયાદ બાદ ગુરુવારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યોાહતો. જો કે તેમની તબિયત હાલ સ્ટેબલ છે.

Sonia Gandhi Hospitalized:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તાવની ફરિયાદ બાદ ગુરુવારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે તેમની તબિયત હાલ સ્ટેબલ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શુક્રવારે અચાનક લથડી હતી. મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીને તાવ આવ્યા બાદ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીની હાલત હવે સ્થિર હોવાના સમચાર મળ્યાં છે.
સોનિયા ગાંધીની તબિયત એવા સમયે બગડી છે જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર છે. તેઓ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા ગયા છે... અહીં તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા... એવા કેસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બિલકુલ બનતા જ નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, વિપક્ષી નેતાઓના ફોનમાં પેગાસસ નાખવામાં આવ્યા છે.
Satyabrata Mookherjee Death: પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યવ્રત મુખર્જીનું 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં હતા મંત્રી
સત્યવ્રત મુખર્જીનો જન્મ 8 મે 1932ના રોજ સિલ્હેટ, આસામ (હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ, મુખર્જીએ ધ ઓનરેબલ સોસાયટી ઓફ લિંકન્સ ઇનમાંથી બાર-એટ-લો કર્યું અને લંડનમાં રીજન્ટ સ્ટ્રીટ પોલીટેકનિકમાં વધુ અભ્યાસ કર્યો.
1999માં રાજકારણમાં પ્રવેશ
તેમણે 1999માં કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. મુખર્જી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેમના લોકસભા કાર્યકાળ દરમિયાન, તેમણે સપ્ટેમ્બર 2000 થી જૂન 2002 સુધી રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકે અને બાદમાં જુલાઈ 2002 થી ઓક્ટોબર 2003 સુધી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી.
સત્યબ્રત મુખર્જી 87 વર્ષની ઉંમર સુધી નિયમિત રીતે હાઈકોર્ટમાં જતા હતા. તેઓ પાર્ટીની ગતિવિધિઓ પર નજર રાખતા હતા, પરંતુ તેમની વધતી ઉંમરને કારણે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દરેક વસ્તુથી દૂર થઈ ગયા હતા. તેને સારવાર માટે ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાજ્યના વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ દિગ્ગજ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સુભેન્દુ અધિકારીએ શોક વ્યક્ત કર્યો હતો
સુભેન્દુ અધિકારીએ ટ્વિટર પર લખ્યું, "બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ સત્યવરાજ મુખર્જીના નિધનથી હું દુઃખી છું... જોલ્લુ બાબુ તરીકે જાણીતા, તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં સાંસદ અને મંત્રી હતા. તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના. સંવેદના. તેમની આત્માને શાશ્વત શાંતિ મળે. ઓમ શાંતિ."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
