અભિનેત્રી નફીસા બાદ ભારતના આ સ્પોર્ટસ સુપરસ્ટાર ઓલિમ્પિક મેડાલિસ્ટ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘આ જણાવતાં ખુશી થાય છે કે, લિન્ડર પેશ TMCમાં સામેલ થયા છે. હું ખૂબ જ ખુશ છું અને તે મારા નાના ભાઇની જેમ છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘આ જણાવતાં ખુશી થાય છે કે, લિન્ડર પેશ TMCમાં સામેલ થયા છે. હું ખૂબ જ ખુશ છું અને તે મારા નાના ભાઇની જેમ છે.
દેશના સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. પેસ ગોવામાં મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેના નાના ભાઈ જેવો છે. મમતાએ કહ્યું, 'એ જણાવતાં ઘણો આનંદ થાય છે કે લિએન્ડર પેસ TMCમાં જોડાયો છે. હું બહુ ખુશ છું. તે મારા નાના ભાઈ જેવો છે. હું તેમને ત્યારથી ઓળખું છું જ્યારે હું યુવા મંત્રી હતી અને તે ખૂબ જ નાનો હતો.
TMC 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોવામાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે સાંજે ગોવા પહોંચી હતી. જે પછી ટીએમસીએ ભાજપના ગઢમાં પ્રવેશ કરવાની આશા સાથે ચૂંટણી રાજ્યમાં પ્રચાર કર્યો. અગાઉ શુક્રવારે ગોવામાં આ જ કાર્યક્રમમાં અભિનેત્રી નફીસા અલી પણ TMCમાં જોડાયા હતા.
સત્તાવાર ટ્વિટર પોસ્ટ દ્વારા તેના નવા સભ્ય લિએન્ડર પેસનું સ્વાગત કરતાં, TMCએ કહ્યું, “અમને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે લિએન્ડર આજે અમારી માનનીય પ્રમુખ મમતા બેનર્જીની હાજરીમાં અમારી પાર્ટીમાં જોડાયો છે. અમે સાથે મળીને એ સુનિશ્ચિત કરીશું કે આ દેશમાં દરેક વ્યક્તિ લોકશાહીની સવાર જુએ, જેની અમે 2014થી રાહ જોઈ રહ્યા છીએ.
આ પહેલા પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના રાયગંજના ભાજપના ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી પણ બુધવારે TMCમાં જોડાયા હતા. કલ્યાણી સ્ટ્રીટ પરની સેનેટર હોટલમાં TMC મહાસચિવ પાર્થ ચેટર્જી અને ધારાસભ્ય વિવેક ગુપ્તાની હાજરીમાં TMCમાં જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, કૃષ્ણા કલ્યાણીએ આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.