શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat: 2.50 લાખની રોકડ લૂંટીને ફરાર થયા હતા, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  શહેરના લિંબાયત વિસ્તારમાં ચાર દિવસ પહેલાં બાઈક પર આવી 3 શખ્શો મની ટ્રાન્સફરની એક દુકાનમાં ઘૂસ્યા હતા.

સુરત:  સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  શહેરના લિંબાયત વિસ્તારમાં ચાર દિવસ પહેલાં બાઈક પર આવી 3 શખ્શો મની ટ્રાન્સફરની એક દુકાનમાં ઘૂસ્યા હતા.  દુકાનદારને પિસ્તોલ બતાવી ત્રણેય શખ્શ ટેબલના ખાનામાંથી 2.50 લાખ રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા.  તેમની આ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

ચાર જ દિવસમાં પોલીસે સોનુ વર્મા અને અભિષેક સિંહ નામના બે શખ્શને દબોચી લીધા છે.   સન્ની નામનો શખ્સ હજુ ફરાર છે.  આરોપી સન્ની થોડા દિવસ પહેલાં જ ડિંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફર કરાવવા ગયો હતો.  આ સમયે તેણે રૂપિયાના બંડલો જોઈ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.  અલગ-અલગ જગ્યાએ રેકી કરી હતી.  અંતમાં લીંબાયત વિસ્તારમાં લૂંટને અંજામ આપ્યો હતો. 

Gujarat:  મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા

મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી  7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.

કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો

કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ  મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં  કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં  પૂછપરછ થશે.

મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી હતી.  અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ ૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇPonzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
જો પોલીસ FIR નોંધતી નથી, તો તમે કઈ કોર્ટમાં જઈ શકો છો? જાણો જવાબ
જો પોલીસ FIR નોંધતી નથી, તો તમે કઈ કોર્ટમાં જઈ શકો છો? જાણો જવાબ
Embed widget