શોધખોળ કરો
Advertisement
સુરતના ચોકબજારમાં SBI બેંક બહાર લૂંટારા 20 લાખની લૂંટ કરી ફરાર
સુરત શહેરમાં ક્રાઈમબ્રાંચની ઓફિસ અને અઠવાલાઈન્સ પોલીસ સ્ટેસનની નજીકના આવેલા વિસ્તારમાં લૂંટારૂઓએ દિવસ દરમિયાન 20 લાખથી વધારેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.
સુરત: સુરતમાં લૂંટારૂઓએ પોલીસની આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. સુરત શહેરમાં ક્રાઈમબ્રાંચની ઓફિસ અને અઠવાલાઈન્સ પોલીસ સ્ટેસનની નજીકના આવેલા વિસ્તારમાં લૂંટારૂઓએ દિવસ દરમિયાન 20 લાખથી વધારેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. દિવસે આ પ્રકારે મોટી રકમની લૂંટ થતા પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉભા કરી દીધા છે.
સુરતના ચોકબજાર વિસ્તારમાં SBI બેંકની બહારથી જ રૂપિયા 20 લાખનો થેલો લૂંટારૂઓ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. રેડીફાઈનગ એક્સલન્સ કંપની પૈસા એટીએમમાં ભરવા આવી હતી. આ સમયે જ લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
લૂંટની ઘટનાને કારણે સમગ્ર પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે હાલ જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion