શોધખોળ કરો

H3N2 Viral Attack:રાજ્યના આ શહેરમાં H3N2ના 400 કેસ નોંઘાતા ફફડાટ, આરોગ્ય નિષ્ણાતે સાવધાની રૂપ આપ્યા સૂચન

સુરત શહેરમાં H3N2ના કેસ વધ્યા છે. શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે.સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યા છે.

H3N2 Viral Attack:સુરત શહેરમાં H3N2ના કેસ વધ્યા છે.શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે.સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યા છે.જેમાં 10% દર્દીઓને દાખલ કરવાની  નોબત આવી રહી છે.કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે ફેફસાંમાં ઈન્ફેક્શન પહોંચે તો જીવનું જોખમ પણ થઇ શકે છે.

હાલમાં મિશ્ર ઋતુ વચ્ચે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનની સાથે સાથે H3N2ના દર્દીઓમાં વધારો થયો છે.સામાન્ય રીતે શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે આવતા દર્દીઓમાં H3N2નું સંક્રમણ વધ્યું છે.સિવિલમાં રોજ સરેરાશ 400 દર્દીમાંથી 10%ને દાખલ કરાય છે.દર વર્ષે ઋતુના બદલાવ વખતે H1N1નું સંક્રમણ વધે છે. પરંતુ આ વર્ષે H 3N 2 કેસો વધુ છે. આ રીતે ઇન્ફેકશન વધતા શરદી ખાંસીની ફરિયાદમાં ડોક્ટરે દર્દીને કોરોનાનું ટેસ્ટિંગ કરવાની પણ સલાહ આપી છે.

H3N2 વાયરસના લક્ષણો

H3N2 વાયરસના લક્ષણોમાં ઉધરસ, વહેતું નાક, ગળું, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, તાવ, શરદી, થાક, ઝાડા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ 4 પ્રકારો A, B, C અને Dમાં વહેંચાયેલો છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ A અને B દર્દીઓમાં ફલૂના સિઝનલ રોગચાળાને કારણે થાય છે, જેમાં મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યા દર્દીઓને લગભગ દર વર્ષે થાય છે. કેટલાક ઈન્ફલ્યુએન્ઝા A સબ વેરિયન્ટ  જેમ કે H1N1 (સ્વાઇન ફ્લૂ વાયરસ) અને H3N2 વધુ ગંભીર રોગોનું કારણ બની શકે છે.

વાયરસથી બચવા માટે સાવચેતી

કોઈપણ પ્રકારના વાઈરલ ઈન્ફેક્શનને રોકવા માટે જે સાવચેતીઓ લેવામાં આવે છે તેમાં રસીકરણનો સમાવેશ થાય છે. હાથને નિયમિતપણે સાબુ અથવા હેન્ડવોશથી સાફ કરો અને સેનિટાઈઝ પણ કરો.માસ્ક પહેરેલા અથવા બીમાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. જો તમને છીંક આવે કે, ખાંસી આવે તો રૂમાલનો ઉપયોગ કરો અથવા આમ કરતી વખતે મોં ઢાંકીને રાખો.

H3H2
વાયરસની સારવાર શું છે?

તેની સારવાર એકદમ સરળ છે. તમારે વધુને વધુ પ્રવાહી લેવું જોઇએ. જેથી કરીને તમે તમારી જાતને હાઈડ્રેટ રાખી શકો. તાવ, ઉધરસ અથવા માથાનો દુખાવોના કિસ્સામાં, ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ નિયમિતપણે લેવી જોઈએ. દરમિયાન, IMAએ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિકનું સેવન ન કરવાની ચેતવણી આપી છે. કે ઘણા લોકો ઈન્ફલ્યુએન્ઝાથી થતા તાવ અને ઉધરસને ઘટાડવા માટે એન્ટિબાયોટિક્સ સ્વ-નિર્ધારિત કરે છે, દર્દીઓની તબિયત વધુ બગડે છે. તેથી, કોઈપણ તબીબી સલાહ વિના એન્ટિબાયોટિકનું સેવન ન કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget