Breaking: સુરતની ઝુપડપટ્ટીમાં લાગી આગ, ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે
સુરત: શહેરના લંબે હનુમાન રોડ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શહેરના અર્ચના સર્કલ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની છે. આગ લાગવાની સાથે જ બાજુમાં આવેલ ચપ્પલની દુકાનમાં પણ આગ પ્રસરી છે.
સુરત: શહેરના લંબે હનુમાન રોડ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શહેરના અર્ચના સર્કલ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની છે. આગ લાગવાની સાથે જ બાજુમાં આવેલ ચપ્પલની દુકાનમાં પણ આગ પ્રસરી છે. ખુલ્લામાં તંબુ બનાવીને બુટ ચપ્પલનું વેચાણ ચાલતું હતું જેમાં આગની જ્વાળાઓ પ્રસરી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વરાછા, કાપોદ્રા સહિત ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગમાં જોકે હજુ કોઈ જાનહાનીના સમાચાર નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
પિતાએ માથામાં લોખંડની ટોમીનો ઘા મારીને કરી નાંખી પુત્રની હત્યા
બનાસકાંઠાના થરાદના રાણેશરી ગામે પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા ઉસકરાયેલા પિતાએ પુત્રને તરિક્ષણ હથિયાર વડે હત્યા કરી નાખી થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદના રાણેશરી ગામે વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા પિતા હત્યારો બની 11 વર્ષના પુત્રને લોખંડની ટોમી માથામાં મારતા મોત નીપજ્યું. થરાદના રતનપુરાની સીમ વિસ્તારમાં રહેતા ડામરાભાઈ રાસિંગભાઈ પટેલ વ્યસન કરવા માટે તેમની પત્નીબેન પાસે નાણા માં ગયા હતા. જોકે આજે તહેવાર હોવાથી આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ડામરાભાઈએ ઘરમાં પડેલી ટોમીથી પત્ની ઉપર હુમલો કર્યો.
જો કે પત્ની ઇજાગ્રસ્ત થતા પુત્ર વચ્ચે આવતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રની જ હત્યા કરી નાખી. જોકે સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરવાથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આરોપી પિતાને ઝડપી જેલના હવાલે કર્યો થરાદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળીના દિવસે જ પતિએ પત્નીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
શહેરના ઈન્દિરાનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંકી હતી. બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાતવાતમાં ઝઘડાે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતભાઈએ પોતાના પાસે રહેલી છરી વડે પત્ની દીપુબેન પર અને અન્ય બે વ્યકિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા દીપુબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.