Surart: યોગી ચોકમાં પહેલા માળેથી કિશોરી નીચે પટકાઈ, પુત્રીની હાલત જોઈ માતા થઈ બેભાન
આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. નીચે બેસેલા લોકો સામે જ કિશોરી પટકાઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
Surat: ડાયમંડનગરી સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. યોગી ચોકમાં આવેલી તુલસી રો હાઉસ સોસાયટીમાં પગ લપસતા કિશોરી પ્રથમ માળેથી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. નીચે બેસેલા લોકો સામે જ કિશોરી પટકાઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પુત્રીની હાલત જોઈ માતા પણ બેભાન થઈ હતી.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમા આજે સુરતમાં ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહતદરીને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચાલવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલક નશામાં હોવાની શંકા થઈ હતી તેમજ લોકોએ તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. આરોપીએ BRTS રૂટમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.
આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમ લઈને સોશિયલ મીડિયા માટે શોર્ટ વિડિયો કે રીલ્સ બનાવી રહ્યા છે. પરંતુ આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે. આ પ્રકારના વીડિયો બનાવી યુવકો કાયદાને પોતાના હાથમાં લેતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા યુવકોના સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે જીવના જોખમે બાઈક ઉપર સ્ટંટ કરી વીડિયો બનાવનાર સુરતમાં વધુ બે યુવકની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ