Surat: સુરતમાં ફરી ખેલાયો ખુની ખેલ, મોબાઈલની દુકાન ચલાવતા આધેડની હત્યા
સુરત: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગડોદરામાં મોબાઈલની દુકાન ચલાવતા આધેડની હત્યા કરવામાં આવી છે. 48 વર્ષીય દરગારામ મુલાજી ચૌધરી નામના આધેડની હત્યા કરવામાં આવી છે.

સુરત: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગડોદરામાં મોબાઈલની દુકાન ચલાવતા આધેડની હત્યા કરવામાં આવી છે. 48 વર્ષીય દરગારામ મુલાજી ચૌધરી નામના આધેડની હત્યા કરવામાં આવી છે. પર્વતપાટિયા પાસે અજાણ્યા ઈસમોએ આધેડ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ આધેડના પીઠના ભાગમાં ચપ્પુના ઘા માર્યા હતા. જે બાદ આધેડ પીઠના ભાગે ચપ્પુ ભરાયેલ હાલતમાં બાઈક ચલાવી ઘરે પાસે પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આધેડને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દરગારામ ચૌધરીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ દરગારામ મુલાજી ચૌધરીની હત્યાનું કારણ અંકબંધ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આધેડના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને છેડતી ઉપરાંત દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે. સુરત શહરેમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે ફરી એકવાર સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહિધરપુરા વિસ્તારમાં મહિલાના હાથ પગ બાંધી પિતા પૂત્રએ દુષ્કર્મ આચર્યું છે.
2 લાખની ઉઘરાણી કરતી મહિલા સાથે પતિના મિત્ર અને તેના પુત્રનું દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. લાલ દરવાજા પાસે પૈસા આપવાના બહાને બોલાવી બળજબરી દારૂ પિવડાવી દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં મહિધરપુરા પોલીસે ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે.
સુરતના ઓલપાડના કીમ ગામે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભંગારની દુકાન ચલાવતા આધેડે સગારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરા જુના પાઠયપુસ્તક આપવા દુકાને ગઈ હતી. જે બાદ દુકાન ચાલકે સગીરાને દુકાનના પાછળના ભાગે લઈ જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર બદકામ કરતો રહ્યો.






















