Surat: સુરતમાં ડ્રાઈવરને ખેંચ આવી જતા કાર બ્રિજ પરથી ખાડીમાં ખાબકી, એક વ્યક્તિનું મોત
સુરત: શહેરમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બેકાબુ કાર બ્રિજ પરથી ખાડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે.
સુરત: શહેરમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બેકાબુ કાર બ્રિજ પરથી ખાડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે. ઓલપાડના મૂળદ ગામ નજીકની આ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચાલકને ખેંચ આવી જતા કાર બ્રિજનો પીલ્લર તોડી ખાડીમાં ખાબકી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ખાડીમાંથી કાર ચાલક અને મહિલાને ગાડીના કાચ તોડી બહાર કાઢયા હતા. કાર ચાલકનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર મહિલાને ગંભીર ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. કારને ક્રેન મારફતે ખાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રાત્રી દરમ્યાન સુરતથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી.
રાજકોટ મહિલાએ પુરુષને જીવતો સળગાવી દીધો, જાણો સમગ્ર ઘટના
રાજકોટ-મોરબી રોડ પર રહેતા પુરુષને મહિલાએ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેતા ખળભળાટ મચી ગયો છે. વાંકાનેર બાંઉન્ડરી પાસે આ વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા પુરૂષ સિવીલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજેશ રામાણી નામની વ્યક્તિને ગીતા નામની મહિલાએ સળગાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજેશ અને ગીતા બે મહિનાથી સાથે રહેતા હતા અને કડિયા કામ કરતા હતા. 10 દિવસ પહેલા ગીતા રાજેશના ઘરેથી રોકડા રૂપિયા અને સોનું લઇને ફરાર થઇ ગઇ હતી અને ગત રાત્રે વાંકાનેર બાઉન્ડરી નજીક મળવા બોલાવ્યા હતા જ્યાં આ આગ લગાવવાની ઘટના બની હતી.
સુરતમાં શાકમાં મિઠું વધુ પડી જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
ત્રિપલ તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ શાકમાં મીઠું વધું પડતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્નીએ પતિને ફોન કરી ખબરઅંતર પૂછ્યા તો તેમણે ફોન પર કહ્યું, તલાક! તલાક! તલાક!
હવે આ મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી. તો બીજી તરફ ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો. ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.