Surat: રાજકોટ બાદ હવે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા યુવકનું મોત, રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ થશે સ્પષ્ટ
સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ આ કેસમાં જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હોવાનું અને તેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
Surat News: સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા વરાછાના યુવકનું અચાનક ગભરામણ મોત થતા ચકચાર મચી છે. વરાછામાં જોલી એન્ક્લેવમાં રહેતો પ્રશાંત ભારોલીયા કેનેડામાં સીવીલ એન્જિયરીંગનો અભ્યાસ કરતો હતો. શનિવારે સવારે ક્રિકેટ રમીને ઘરે આવેલા પ્રશાંતને અચાનક છાતીમાં બળતરા થવા સાથે ગભરામણ શરૂ થઈ. પ્રશાંતે પોતાને શરૂ થયેલી પીડાની જાણ પરિવારને કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. જો કે તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું.
સ્મીમેરના ફોરેન્સિક મેડિસીન વિભાગના તબીબોએ આ કેસમાં જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હોવાનું અને તેનો રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
રાજકોટમાં પણ આરીતે થયું હતું મોત
થોડા સમય પહેલા રાજકોટ શહેરમાં એક ક્રિકેટરનું મોત થયું હતું. શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું. પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. જેમાં ભરત બારીયાનું મોત થયું હતું. હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની ઉમર 40 વર્ષ હતી. યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. જેને લઈ માહોલ ગમગમી થઈ ગયો હતો.
ડિસામાં રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
રાજકોટમાં હાર્ટ એટેકથી એક સાથે બે યુવકોના મોત નિપજ્યા હતા. એક યુવકનું ફૂટબોલ રમતા સમયે અને બીજા યુવકનુ ક્રિકેટ રમતા સમયે મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. . રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા. પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો.