શોધખોળ કરો
સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખે કરી લીધી આત્મહત્યા, ક્યાંથી મળી લાશ?
ગજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખે આત્મહત્યા કરી લેતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે, ગજેરાએ ગઈ કાલે કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આજે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, આત્મહત્યાનું કારણ અકબંધ છે.
વધુ વાંચો





















