શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: બસ ખીણમાં ખાબકી, સુરતના 4 સહિત 6ના મોત, 45 ઈજાગ્રસ્ત
મુંબઈ: મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ પર એક બસને અકસ્માત નડ્યો છે. બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વની વાત એ છે કે, આ બસમાં સુરતના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. વલસાડમાં સાઇ ભક્તોની બસને અકસ્માત નડ્યો હતો. બસ નાસિકના તોરંગા ઘાટ પાસે આવેલી ખાઇમાં ખાબકતા 6ના મોત થયા છે, જ્યારે 45 લોકો ઘાયલ થયા છે.
સુરતના સાઈ ભક્તો બસ ભાડે રાખી શિરડી સાંઈબાબાના દર્શને ગયા હતાં. જ્યાંથી પરત આવતી વખતે મહારાષ્ટ્રના નાસિક નજીક અકસ્માત થયો હતો. બસ તોરંગાઘાટ નજીક ખાઈમાં ખાબકતાં 6 ભક્તોના મોત નિપજ્યા હતાં. સૂત્રો અનુસાર, બસ જ્યારે મહારાષ્ટ્રના નાસિક જવાહર રોડ થઈ તેરંગા ઘાટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ખીણમાં જઈ ખાબકી હતી. બસમાં સવાર મુસાફરોમાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા છે.#Maharashtra: Death toll rises to 6 in bus accident that occurred near Trimbakeshwar road in Palghar district today. 45 people were injured in the accident. https://t.co/cZwXB4tr13
— ANI (@ANI) March 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement