શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાના મામલે સરકારે કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ લોકોના કારણે વધ્યો કોરોનાને ખતરો
હાઈકોર્ટના આદેશ બાદ 5 IAS અધિકારીઓની સમિતિએ અલગ-અલગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સુરતઃ શહેરમાં કોરોનાને કહોર યથાવત છે ત્યારે સરકારે વધતા કોરોના કેસને લઈને મોટો ખુલાસો કર્યો છે. ગુજરાત સરકારે દાવો કર્યો છે કે, સુરતમાં કોરોનાના કેસો કારખાનામાં કામ કરતાં કામદારોને કારણે વધ્યો છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ સોંગદનામામાં દાવો કર્યો કે સુરતના કારખાનાઓમાં કામ કરતાં કામદારોના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં સેંટ્રલ એંફોર્સમેંટની ટીમે 882 ઔદ્યોગિક એકમોમાં તપાસ કરી હતી. જ્યાં નીતિ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યાનો સરકારે સોગંદનામામાં દાવો કર્યો છે.
172 ઔદ્યોગિક એકમોને તો ક્લોઝર નોટિસ અપાઈ હતી. એટલું જ નહીં ફિલ્ડ ઑફિસરે કરેલી ચકાસણીમાં પણ 750 યૂનિટને ક્લોઝર નોટિસ અપાઈ હતી. તો 316 એકમો પાસેથી 67 લાખ, 65 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના આદેશ બાદ 5 IAS અધિકારીઓની સમિતિએ અલગ-અલગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સમિતિનો રિપોર્ટ સમયનો અભાવ અને અન્ય વહીવટી તકલીફોના કારણે 2 અઠવાડિયા બાદ રજૂ કરી શકાશે તેવી અગ્રસચિવ જયંતિ રવિએ સોગંદનામામાં રજૂઆત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement