શોધખોળ કરો
કોરોના મહામારીમાં ગુજરાતમાં હવે અમદાવાદ પછી આ જિલ્લો વધારી રહ્યો છે લોકોની ચિંતા, જાણો વિગત
છેલ્લા 5 દિવસથી સુરતમાં કોરોનાના નવા કેસો રોજ 100ને પાર જઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે સુરતમાં સૌથી વધુ 172 કેસ નોંધાયા હતા.
![કોરોના મહામારીમાં ગુજરાતમાં હવે અમદાવાદ પછી આ જિલ્લો વધારી રહ્યો છે લોકોની ચિંતા, જાણો વિગત Corona update : total 758 covid-19 cases in Surat district in last five days કોરોના મહામારીમાં ગુજરાતમાં હવે અમદાવાદ પછી આ જિલ્લો વધારી રહ્યો છે લોકોની ચિંતા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/24001608/0105.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ પછી સુરતમાં કોરોનાને કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 5 દિવસથી સુરતમાં કોરોનાના નવા કેસો રોજ 100ને પાર જઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે સુરતમાં 172 કેસ નોંધાયા હતા. જ્યારે 23મી જૂને 175 કેસ નોંધાયા હતા. આવી જ રીતે 22મી જૂને સુરત જિલ્લામાં 132 કેસ નોંધાયા હતા. જ્યારે 21મી જૂને 176 કેસ અને 20મી જૂને 103 કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા પાંચ દિવસમાં સુરતમાં કોરોનાના કુલ 758 કેસ નોંધાયા છે.
સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં સ્વસ્થ થયેલા અને મોતની વિગતો જોઇએ તો છેલ્લા પાંચ દિવસમાં સુરત જિલ્લામાં 398 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ છેલ્લા 5 દિવસમાં કોરોનાને કારણે સુરત જિલ્લામાં 23 લોકોના મોત થયા છે. આમ, સુરતમાં જે રીતે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તે જોતા ચિંતા વધી રહી છે. બીજી તરફ સુરતમાં રિકવરી રેટ પણ ઓછો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, સુરતમાં કોરોનાના કેસો સતત વધવા લાગતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ થોડા દિવસ પહેલા સુરત દોડી ગયા હતા. તેમજ સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જોકે, તેમની મુલાકાત પછી પણ સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1037 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2536 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 139 લોકોના કોરોનાથી મોત થયા છે.
![કોરોના મહામારીમાં ગુજરાતમાં હવે અમદાવાદ પછી આ જિલ્લો વધારી રહ્યો છે લોકોની ચિંતા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/25174827/surat.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)