શોધખોળ કરો
સુરતમાં લાંચ લેતા પકડાયેલા ટ્રાફિક ASIનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
એએસઆઈ રાકેશ ચૌધરીએ લારીવાળા સાથે વાત કર્યાં બાદ લાંચના 1000 રૂપિયા ટીઆરબી જવાન સનેષ કનૈયાલાલ કુશવાહાને આપવા કહ્યું હતું.
સુરતઃ શહેરમાં ટ્રાફિક શાખાના ASI અને TRB જવાનને 1000ની લાંચ કેસમાં એસીબીએ ઝડપી પાડ્યા હતા. આ બન્ને કાપોદ્રા ચાર રસ્તા પાશે ફ્રૂટની લારીવાળાઓ પાસે લારી ઉભી રાખવા માટે હપ્તો ઉઘરાવતા હતા. આ બન્નેની સિવિલમાં તપાસ કરતાં ખબર પડી કે એએસઆઈને કોરોના પોઝિટિવ છે.
મળતી માહિતી મુજબ વરાછા હીરાબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તાની વચ્ચે રસ્તા પર ફ્રૂટનો ધંધો કરતા લારીવાળાઓ પાસાથી સુરત શહેર ટ્રાફિક પોલીસના એએસઆઈ રાકેશ ચૌધરી અને ટીઆરબી જવાન સમનેષ કુશવાહા દર મહિને 500થી 1000નો હપ્તો ઉઘરાવતા હતા. જેની ફરિયાદ એસીબીને મળી હતી.
ફરિયાદ બાદ એસીબીએ લારીવાળાની મદદથી છટકું ગોઠવ્યું હતું. જેમાં એએસઆઈ રાકેશ ચૌધરીએ લારીવાળા સાથે વાત કર્યાં બાદ લાંચના 1000 રૂપિયા ટીઆરબી જવાન સનેષ કનૈયાલાલ કુશવાહાને આપવા કહ્યું હતું. જેવા જ લારીવાળાએ 1000 રૂપિયા ટીઆરબી જવાને આપ્યા કે તરત જ એસીબીએ તેને ઝડપી પાડ્યા હતા.
બન્નેની ધરપકડ બાદ તેમને મેડિકિલ અને કોરોના ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં 47 વર્ષીય એએસઆઈ રાકેશ ચૌધરીનો કરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને ત્યાં જ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement