શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વલસાડઃ મંદિરે દર્શન કરવા જતા દંપતીનું બાઇક સ્લીપ થઈ ગયું ને પાછળ આવતી ST બસનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ બંનેના મોત
માછીવાડના મોટા તાઈવાડના 55 વર્ષીય ધીરુભાઈ શુક્કરભાઈ ટંડેલ પોતાના પત્ની લક્ષ્મીબેન સાથે તડકેશ્વર મંદિરે ફૂલ લઈને દર્શન માટે જઈ રહ્યા હતા. તેઓ આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બાઇક( જીજે 15, એએફ 6406) લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.
![વલસાડઃ મંદિરે દર્શન કરવા જતા દંપતીનું બાઇક સ્લીપ થઈ ગયું ને પાછળ આવતી ST બસનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ બંનેના મોત Couple died in ST bus accident after bike slip during go to temple at Valsad વલસાડઃ મંદિરે દર્શન કરવા જતા દંપતીનું બાઇક સ્લીપ થઈ ગયું ને પાછળ આવતી ST બસનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ બંનેના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/04183255/Valsad-Accident-5.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ અકસ્માત સર્જનાર એસ.ટી. બસ.
વલસાડઃ શહેરના આર.પી.એફ ગ્રાઉન્ડ પાસે એસટી બસે બાઇક સાથે દંપતીને કચડી નાંખતા બંનેને ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. દંપતી મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું, ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, માછીવાડના મોટા તાઈવાડના 55 વર્ષીય ધીરુભાઈ શુક્કરભાઈ ટંડેલ પોતાના પત્ની લક્ષ્મીબેન સાથે તડકેશ્વર મંદિરે ફૂલ લઈને દર્શન માટે જઈ રહ્યા હતા. તેઓ આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી બાઇક( જીજે 15, એએફ 6406) લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. આ સમયે જ વલસાડ કપરાડા રૂટની એસટી વિબાગની લોકલ બસ (જીજે 18, ઝેડ 2610)ના પાછળના ટાયરમાં દંપતી આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બસ ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.
દંપતી કચડાયાની બસ ચાલકને જાણ થતાં તેણે બસ થંભાવી દીધી હતી. તેમજ તેઓ સામેથી પોલીસ સ્ટેશને હાજર પણ થઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. તેમજ રોડ સાંકડો હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)