Surat: કોર્ટની મોટા કાર્યવાહી, કતારગામના પીઆઇ-પીએસઆઇ સહિત ચાર વિરૂદ્ધ કેસ નોંધવા કર્યો આદેશ, જાણો
Surat Police: સુરતમાં કોર્ટની મોટી કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ પોલીસના PI, મહિલા PSI સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ આપ્યા છે

Surat Police: સુરતમાં કોર્ટે એક મોટો ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે એક ફરિયાદ પર પોલીસ સ્ટાફ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. સુરતના કતારગામમાં હીરા દલાલ વિશાલ ધામેલીયાને માર મારાયા અને દુર્વ્યવહાર કરવા મામલે કોર્ટે પોલીસ પીઆઇ, મહિલા પીએસઆઇ અને અન્ય ચાર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
સુરતમાં કોર્ટની મોટી કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ પોલીસના PI, મહિલા PSI સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ આપ્યા છે. શહેરના એક જાણીતા હીરા દલાલને માર મારી પોલીસે દૂર્વ્યવહાર કરાયાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ખરેખરમાં, હીરા દલાલ વિશાલ ધામેલીયાની ધરપકડ બાદ દુવ્યર્વહાર કરાયાનો આરોપ આ કેસમાં લગાવવામાં આવ્યો હતો. હીરા દલાલ વિરૂદ્ધ 50 લાખથી વધુની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર મામલે વિશાલે કોર્ટ સમક્ષ પોલીસના દૂર્વ્યવહાર અંગે ફરિયાદ નોંધાવી હતી. કતારગામ PI બી.કે.ચૌધરી, મહિલા PSI એન.એસ. સાકરિયા સામે ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના રાઈટર રમેશ અને કૉન્સ્ટેબલ વિપુલસિંહ સામે પણ કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે કોર્ટે PI સહિત ચારેય વિરૂદ્ધ ક્રિમીનલ કેસ નોંધવા આદેશ કર્યો હતો.
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું હતું. તેમણે આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો. આ માટે તેમણે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, પોલીસ વડાએ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યાદીમાં વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો તેમજ જનતામાં ભય ફેલાવનારા તત્વોનો સમાવેશ થવો જોઈએ.
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી હતી. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. વિકાસ સહાયે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને આ કાર્યવાહી પર અંગત ધ્યાન આપવા આદેશ આપ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
