શોધખોળ કરો
સુરતમાં કોરોનાના કેસોમાં કેમ આવી શકે જોરદાર ઉછાળો ? રોજ 500થી વધુ કેસ નોંધાવાની શક્યતા
સુરત કોર્પોરેશન દ્વારા રોજના પાંચ હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાંસી, શરદી, તાવ ધરાવતા તમામ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવશે.

સુરતઃ છેલ્લા કેટલાક સમયથી સુરત ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર સક્રીય બન્યું છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપાએ મોટો નિર્ણય લીધો છે. સુરત કોર્પોરેશન દ્વારા રોજના પાંચ હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાંસી, શરદી, તાવ ધરાવતા તમામ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવશે. કોર્પોરેશનના આ નિર્ણયને પગલે ટેસ્ટિંગ ત્રણ ઘણું થતા રોજના પાંચસો કેસ સંભવ છે. દર્દીને જરૂર લાગે તો હોમ આઇસોલેશન, હોસ્પિટલમાં દાખલ કરાશે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2914 એક્ટિવ કેસો હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6522 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં સુરતમાં કુલ 258 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ વાંચો





















