શોધખોળ કરો
Advertisement
સુરતમાં મોટી છેતરપિંડી, ચાર વેપારીઓ એક વેપારી પાસેથી લાખોના હીરા પડાવી ફરાર થઇ ગયા, જાણો વિગતે
વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં વેપારીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
સુરતઃ હીરા બજારમાં દુનિયામાં આગવુ નામ ધરાવતા સુરતમાં વધુ એક મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે. એક વેપારી પાસેથી લાખો રૂપિયાના હીરા લઇને અન્ય વેપારીઓ ફરાર થઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માહિતી પ્રમાણે, સુરતના મહિધરપુરના હીરા બજારમાં ચાર વેપારીઓએ એક વેપારીને વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરીને હીરા પડાવી ફરાર થઇ ગયા હતા. ચારેય વેપારીઓએ એક વેપારી પાસેથી 35 લાખની રકમના હીરા લીધા હતા, અને બાદમાં રકમ ચૂકવ્યા વિના જ પોતાની ઓફિસને તાળા મારીને ફરાર થઇ ગયા હતા.
જોકે, વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં વેપારીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી સુરત હીરા બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રકારના છેતરપિંડી અને ઉઠામણાંની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion