શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા, કયા-કયા શહેરમાં અનુભવાયા આંચકા, જાણો વિગત
સુરત: દક્ષિણ ગુજરાતમાં 5 વાગેની આસપાસ ભૂંકપના આંચકા અનૂભવ્યા છે. ભૂંકપના આંચકાથી લોકો બહાર દોડી આવ્યા હતાં. સુરત, તાપી, વ્યારા, વાલોડ, ઉચ્છલ સહિત દક્ષિણ ગુજરાતમાં ભૂંકપના આંચકા અનૂભવ્યા હતાં. ભૂંકપનું એપી સેન્ટર ભરૂચ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભૂંકપની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વ્યારા સહિત જિલ્લામાં ભૂંકપના આંચકા અનૂભવ્યા છે. આ ભૂંકપનું કેન્દ્રબિંદુ ભરૂચ હોવાની માનવામાં આવી રહ્યું છે. ભૂંકપની તીવ્રતા 3.7 રેક્ટેલ સ્કેલ નોંધવામાં આવી છે. ભૂંકપના આંચકાથી લોકો ઘર, ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ભૂંકપમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. જ્યારે કલેક્ટર ઓફિસમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. જેના કારણે અધિકારીઓ પણ ઓફિસમાંથી બહાર દોડી આવ્યાં હતાં.
નોંધનીય છે કે સુરત સિવાય ભરૂચમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભરૂચમાં પણ ભૂંકપના આંચકાથી લોકો બહાર દોડી આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion