શોધખોળ કરો

સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં આરોપીનું નિકળ્યું કૉંગ્રેસ કનેક્શન, જાણો વિગતો

સુરતમાં  75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોક્ટરોના મસમોટા કૌંભાડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરતમાં  75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોક્ટરોના મસમોટા કૌંભાડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે  દરોડા પાડીને 10 બોગસ ડોક્ટર પકડી પાડ્યા છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. તેણે બોગસ ડિગ્રીઓ વહેંચી હતી. હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2019માં રશેષ ગુજરાતીની કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણુંક કરાઇ હતી. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.

બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી 2019થી કોંગ્રેસના ડોક્ટર સેલ સુરતનો ચેરમેન હતો.  રસેશ ગુજરાતીની નિમણૂંક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી.  ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું.  રસેષ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો. 

સુરતમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં આરોપીનું નિકળ્યું કૉંગ્રેસ કનેક્શન, જાણો વિગતો

ડૉક્ટર હેમાંગ વસાવડાએ જાણો શું કહ્યું ?

કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યુ છે કે, રશેષ ગુજરાતી વર્ષ 2018-19માં કોંગ્રેસમાં સક્રિય હતા. પરંતુ 2019 પછી તેઓ કોંગ્રેસમાં સક્રિય નથી. છેલ્લા 4 વર્ષથી તેઓએ કોઇ પ્રસંગમાં હાજરી આપી નથી અને કોઈ અન્ય પ્રસંગમાં પણ આવ્યા નથી. તે સંપૂર્ણ નિષ્ક્રિય છે. 

ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રશેષ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. 2021 માંથી તેઓ કોંગ્રેસના સભ્ય પદ પરથી પણ તેમણે રાજીનામુ આપ્યું છે.  રશેષ ગુજરાતી બોગસ ડોકટરોની ફેક્ટરી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 2019 માં જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે તેમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ નહોતો.  ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1955, BNS ની જરૂરી કલમ લગાડી રશેષ ગુજરાતી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. 

1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા

સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી હતી. તેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Embed widget