શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાનો કોરોનાએ લીધો ભોગ, બે ટર્મ માટે ધારાસભ્ય રહેલા નેતાનું નિધન
75 વર્ષની વયના વસંત પટેલનું કોરોનાના સંક્રમણમાં સપડાયા બાદ મૃત્યુ થયું છે.

નવસારીઃ કોરોનાનો ભરડો મજબૂત બનતો જાય છે અને અનેક રાજકારણીઓ કોરોનાનો ભોગ બન્યા છે ત્યારે એક દુઃખદ ઘટનામાં નવસારીના જલાલપોરના ભૂતપૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મૃત્યુ થયું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. વસંત પટેલ છેલ્લા પાંચ દિવસથી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પણ છેલ્લા બે દિવસથી તેમની તબિયત બગડી હતી. વસંત પટેલ જલાલપોર મતવિસ્તારમાં 1980 થી 1990 સુધી બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. 75 વર્ષની વયના વસંત પટેલનું કોરોનાના સંક્રમણમાં સપડાયા બાદ મૃત્યુ થયું છે.
વધુ વાંચો





















