શોધખોળ કરો
સુરતઃ યુવતી ધાબા પર પ્રેમી સાથે પ્રેમાલાપમાં હતી મગ્ન ને માતા-પિતા આવી જતાં લગાવી દીધી છલાંગ, જાણો પછી શું થયું ?
શનિવારે મોડી રાતે બમરોલીમાં યુવતી ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. શરૂઆતની તપાસમાં યુવતીને ધાબા પરથી કોઈએ ધક્કો મારી દીધો હોવાની વિગતો બહાર આવી હતી.
સુરતઃ શહેરના બમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે યુવતીએ ધાબા પરથી નીચે છલાંગ લગાવી દેતા ખભળાટ મચી ગયો હતો. યુવતી મોડી રાતે પોતાના પ્રેમી સાથે ઉભી હતી, આ જ સમયે તેના માતા-પિતા આવી જતાં ડરીને યુવતીએ ત્રીજા માળેથી નીચે છલાંગ લાગવી દીધી હતી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસડેવામાં આવી હતી.
શનિવારે મોડી રાતે બમરોલીમાં યુવતી ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. શરૂઆતની તપાસમાં યુવતીને ધાબા પરથી કોઈએ ધક્કો મારી દીધો હોવાની વિગતો બહાર આવી હતી. જોકે, પોલીસ તપાસમાં અલગ જ વાત સામે આવી છે. શનિવારે રાતે સાડા બારે યુવતી તેના પ્રેમી સાથે ત્રીજા માળે ધાબા પર ઉભી હતી. આ જ સમયે યુવતીના માતાપિતાએ બંનેને સાથે જોઇ લેતા યુવતી ડરી ગઇ હતી. જેથી ડરેલી યુવતીએ ધાબા પરથી છલાંગ લગાવી દીધી હતી. યુવતી અત્યારે સિવિલમાં સારવાર હેઠળ છે.
ત્રીજા માળેથી નીચે કૂદતા યુવતીને માથા અને ગુપ્ત ભાગમાં ઇજા પહોંચી હતી. પોલીસે પૂછપરછ કરતા યુવતીએ તેને યુવક સાથે પ્રેમ હોવાની કબૂલાત કરી હતી. હાલ, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement