શોધખોળ કરો
Advertisement
સુરતઃ તાંત્રિકે ક્યા મંદિરમાં રૂમ ભાડે રાખીને યુવતીને બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, આ રીતે કેટલી યુવતીને બનાવી હવસનો શિકાર ?
ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રૂમ ભાડે રાખી યુવતીને બોલાવી હતી. મીઠાઈ-પ્રસાદમાં કેફી પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતું.
સુરત : શહેરના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂમ ભાડેથી રાખીને તાંત્રિકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે તાંત્રિક સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ દાખલ થઈ છે.
મળતી વિગતો પ્રમાણે ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રૂમ ભાડે રાખી યુવતીને બોલાવી હતી. મીઠાઈ-પ્રસાદમાં કેફી પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને માતાજીના શરણે રહેવું પડશે અને હું બોલાવું ત્યારે વિધિ કરવા આવવું પડશે નહી તો ભાઈ અને પિતાનું મરણ થશે તેવો ભય બતાવી વારંવાર દુષ્કર્મ આચારતો હતો.
ધાર્મિક વિધિ માટે ફ્રિજ, વોશિંગ મશીન વોકર મશીન મેળવી ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. પોતે પરણિત હોવા છતાં યુવતી સાથે લગ્ન કરી દુષ્કર્મ આચરી છૂટાછેડા આપ્યા હતા. ધૂતારા તાંત્રિકે 3 યુવતીઓ સાથે આ પ્રમાણે કરતૂત કરી હતી. ઘુતારો તાંત્રિક હિરેનભાઈ નરેન્દ્રભાઈ પુરોહિત હાલ ભાવનગર જેલમાં છે. કતારગામ પોલીસ ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબ્જો મેળવી પૂછપરછ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement