Surat: ભારે વરસાદની વચ્ચે અહીં બે જૂથો પાણી માટે ઝઘડ્યા, એકબીજા પર તુટી પડ્યાનો વીડિયો આવ્યો સામે.....
રાજ્યમાં ચારેય બાજુ ભારે વરસાદ પડી રહ્યો છે, આકાશમાંથી પાણી વરસી રહ્યું છે, ત્યારે સુરતમાં પાણી માટે બબાલ થવાની ઘટના સામે આવી છે.
Surat: રાજ્યમાં ચારેય બાજુ ભારે વરસાદ પડી રહ્યો છે, આકાશમાંથી પાણી વરસી રહ્યું છે, ત્યારે સુરતમાં પાણી માટે બબાલ થવાની ઘટના સામે આવી છે. સુરતમાં એક સોસાયટીમાં બે જૂથો વચ્ચે પીવાના પાણી માટે જોરદાર બબાલ થયાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, સુરતના માંગરોળના પાલોદ ગામે પાણીના પાણી મુદ્દે બબાલ થઇ છે, અહીં પીવાના પાણીના બોર મામલે બે જૂથો વચ્ચો જોરદાર ધીંગાણું થયુ છે. પાલોદના જેબી રૉ હાઉસમાં પીવાના પાણીના બૉરિંગ મામલે બે જૂથો વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં અચનાક મારામારી થઇ હતી, આ સમગ્ર મામલો એટલો બધો વકર્યો કે જૂથ અથડામણ બાદ બન્ને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજ પણ સામે આવ્યા છે.
જૂથ અથડામણ, 6થી વધુ લોકો ઘાયલ, 12 લોકો સામે નોંધાઈ ફરિયાદ
પાટણના બાલીસણા ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે અલગ અલગ કોમના લોકો સામ સામે આવી જતા આ જૂથ અથડામણ થઈ હતી. સોશ્યલ મીડિયામાં થોડા દિવસ અગાઉ પોસ્ટ મુકવા બાબતનું મનદુઃખ રાખી આ ઘર્ષણ થયાના સમાચાર છે. આ જૂથ અથડામણમાં બન્ને જૂથના 6 થી વધુ લોકો ઘાયલ થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા છે. જૂથ અથડામણના થતા SP સહીત lCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂથ અથડામણમાં બન્ને પક્ષએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે અત્યાર સુધીમાં બન્ને પક્ષના 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વલસાડના ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યું
ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી ર્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં સાડા 12 ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. સ્ટેશન રોડ, સોળસૂંબા અને ગાંધીવાડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ઉપરગામમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. વલસાડ અને દમણની શાળાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી છે. વલસાડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી આગામી 2 દિવસ સુધી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ કિનારે વરસાદી ગતિવિધિઓમાં વધારા સાથે ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સતારા, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી, પુણે અને પાલઘરમાં વધુ અસર જોવા મળશે. કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial