(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Elections 2022: AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કઈ બેઠક પરથી લડશે ચૂંટણી ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી 12 લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 151થી વધારે ઉમેદવારો જાહેર કરાયા છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી 12 લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 151થી વધારે ઉમેદવારો જાહેર કરાયા છે. આજે કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાના નામની જાહેરાત કરી છે.
કેજરીવાલે કર્યુ ટ્વિટ
કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.
राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
કોણ છે ગોપાલ ઈટાલિયા
- ગોપાલ ઈટાલિયા ભાવનગરના ટીંબી ગામના વતની છે.
- પોલિટિકલ સાયન્સમાં B.A, LLB સુધીનો અભ્યાસ કર્યો છે.
- 2012માં અમદાવાદ સિટી પોલીસમાં પોલીસકર્મી તરીકે જોડાયા હતા.
- પોલીસકર્મી તરીકે રાજીનામું આપીને લોકોને કાયદાકીય રીતે મદદરૂપ થવાનું કામ શરૂ કર્યું.
- 2020માં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
- જે બાદ ઈટાલિયાએ ગુજરાતમાં આપને મજૂબૂત કરવાનું કામ સંભાળ્યું.
- કેજરીવાલે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી ગોપાલ ઈટાલિયાને સોંપી.
- સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી વધારે સીટો જીતીને વિપક્ષમાં બેઠી.
દહેગામથી AAP ના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાના સ્થાને કોણ લડશે ચૂંટણી ?થોડા દિવસ પહેલા નામ થયું હતું જાહેર
આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાતત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કરી શકે છે પક્ષ પલટો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે. બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.