શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા, અમદાવાદ-સુરતમાં રાજ્યના 50 ટકાથી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Update: રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,24,168 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,79,56,872 પર પહોંચ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૭, સુરત શહેરમાંથી 3, વડોદરા શહેરમાંથી 3, ગીર સમોનાથ, જામનગર કોર્પોરેશન, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. આમ, દૈનિક કેસના ૫૦%થી વધુ માત્ર અમદાવાદ-સુરતમાંથી નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.

અત્યાર સુધીમાં કુલ કેટલા દર્દી સાજા થયા

રાજ્યમાંથી વધુ 28 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,830 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. રાજ્યના ૧૦ જિલ્લા એવા છે જ્યાં હવે કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી અને તેમાં અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, મોરબી, નર્મદા, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને પંચમહાલનો સમાવેશ થાય છે.

કેટલા લોકોને અપાઈ રસી

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,24,168 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,79,56,872 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 63 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 10172 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 34610 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 159960 લોકોને બીજો ડોઝ. 18-45 સુધીના 93,157 લોકોને પ્રથમ ડોઝ તથા 18 થી 45 વર્ષ સુધીના 26,206 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

Gujarat Corona Cases: ગુજરાતમાં સળંગ પાંચમા દિવસે કોરોનાથી એક પણ મોત નહીં, જાણો આજે કેટલા નોંધાયા કેસ

Sweety Patel Murder Case:  સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસે માટી ચાળતાં શું પુરાવા મળ્યાં ? અજય દેસાઈનો શું આવ્યો પોલિગ્રાફિક ટેસ્ટ

મ્યુકરના દર્દીને આંખમાં ઈન્ફેકશન લાગ્યા બાદ દ્રષ્ટિ બચાવવી મુશ્કેલ

કોરોનાની બીજી લહેર દરમિયાન મ્યુકરમાઇકોસિસના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો હતો. મ્યુકરમાઇકોસિસમાં જે દર્દીઓએ આંખો ગુમાવી હોય તેમના માટે ફરીથી દ્રષ્ટિ પરત મેળવવાની શક્યતા નહિવત્ હોવાનો ડોક્ટરોએ મત રજૂ કર્યો છે. મ્યુકરમાઇકોસિસે અનેક લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. આ ચેપને લીધે અનેક દર્દીઓએ જડબા, દાંત, આંખો ગુમાવવાનો વારો આવ્યો છે.જોકે, નવિનતમ ઈમિડિયેટ ફંકશનલ લોડિંગ સારવારની મદદથી દર્દી એક જ સપ્તાહમાં સામાન્ય જીવન તરફ પાછો વળી શકે છે. તે આરામથી ભોજન ચાવી શકે છે, બોલવામાં પણ તેને કોઇ તકલીફ પડતી નથી અને તેના ચહેરાના દેખાવમાં પણ સામાન્ય ફેરફાર થાય છે. અલબત્ત, મ્યુકરમાઇકોસિસના ઈન્ફેક્શનથી આંખો ગુમાવી હોય તો તે દર્દી દ્રષ્ટિ પરત મેળવી શકે તેની સંભાવના નહિવત્ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી

for smartphones
and tablets

વિડિઓઝ

Char Dham Yatra: ચારધામ યાત્રાએ જતાં પહેલા આ વિડીયો જોઈ લો, યમુનોત્રીનો વીડિયો વાયરલBhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Lok Sabha Elections: બીજેપીએ જાહેરમાં ચર્ચા કરવાની રાહુલ ગાંધીની ચેલેન્જ સ્વિકારી,જાણો ડિબેટ માટે ક્યા વ્યક્તિનું નામ કર્યું જાહેર
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Surat News: હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 20 દિવસનું વેકેશન કરાયું જાહેર, દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ

Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ

Rahul Gandhi Marriage: ટૂંક સમયમાં લગ્ન કરશે રાહુલ ગાંધી, રાયબરેલીમાં મંચ પરથી કરી મોટી જાહેરાત

Maharashtra: મહારાષ્ટ્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 3 નક્સલીઓ ઠાર, મોટી માત્રામાં સંદિગ્ધ વસ્તુઓ મળી આવી

Embed widget