શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોના વકરતાં 69 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, જાણો કેટલા છે એક્ટિવ કેસ?

કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 176 નાગરિકો સ્ટેબલ છે. 8,15,740 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં મોત નિપજ્યાં છે

સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિયમને કારણે 6426 લોકો નવરાત્રિની ઉજવણી નહીં કરી શકે. જ્યારે સુરતમાં અત્યારે સૌથી 47 એક્ટિવ કેસ છે. આ પછી અમદાવાદમાં 40 એક્ટિવ કેસ છે. તો વલસાડમાં 33 અને વડોદરામાં 25 એક્ટિવ કેસ છે. 

સુરત શહેરમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા છે. નવરાત્રિમાં પહેલા કોરોનાના વધતા કેસો પાલિકા માટે પડકાર છે.  ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 પોઝિટિવ છે. રાંદેરમાં પણ માતા-પિતા અને પુત્રને ચેપ છે. બાળકોમાં કોરોના સંક્રમણનો રેશિયો 15 ટકા સુધી પહોંચી ગયો. રાંદેરમાં મહિનામાં જ 40માંથી 8 બાળકો સંક્રમિત થયા છે. ​​​​​​​તહેવાર ટાણે​​​​​​​ સોસાયટીમાં ભેગા થયાં હોવાની હિસ્ટ્રી સામે આવી છે. 

ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે  62,842 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 176 નાગરિકો સ્ટેબલ છે. 8,15,740 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં  8, અમદાવાદ  કોર્પોરેશનમાં 6, સુરત 3, વલસાડ 3, ખેડા 1, નવસારી 1 અને વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  3  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 459 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8824 નાગરિકોને  રસીનો પ્રથમ અને 7797  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  24741  નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 21018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 62,842  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,14,44,354 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,    પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget