Gujarat Elections 2022: AAP એ અલ્પેશ કથીરિયાને ક્યાંથી આપી ટિકિટ ? જાણો મોટા સમાચાર
આમ આદમી પાર્ટીએ વધુ એક યાદી જાહેર કરી છે.
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારો જાહેર કરાયા છે. અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે. ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 7, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/6x36RE0Y76
ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? ંકઇ બેઠકો ગુમાવવી પડશે? ૅૅહાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે. બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.