શોધખોળ કરો

ગુજરાતમાં પ્રિ-સ્કૂલ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

બાલ મંદિર એ પણ અધિકૃત રીતે નથી, પણ ભવિષ્યમાં નવી એનએપીમાં નવા બાલમંદિર રજીસ્ટર થવાના છે. એસઓપીના નિયમોનું પાલન કરીને ભવિષ્યમાં બાળ મંદિરની ડિમાન્ડ આવશે, ત્યારે તે અંગે ચર્ચા કરીને છૂટ આપીશું. 

સુરતઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે. આવતી કાલથી જ રાજ્યમાં સ્કૂલો શરૂ થઈ જશે. સ્કૂલોએ સ્કૂલો માટેની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત તેમણે બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે, બાલ મંદિર એ પણ અધિકૃત રીતે નથી, પણ ભવિષ્યમાં નવી એનએપીમાં નવા બાલમંદિર રજીસ્ટર થવાના છે, પણ એસઓપીના નિયમોનું પાલન કરીને ભવિષ્યમાં બાળ મંદિરની ડિમાન્ડ આવશે, ત્યારે તે અંગે ચર્ચા કરીને છૂટ આપીશું. 

ગુજરાતમાં આવતી કાલથી ધોરણ 1થી પાંચની સ્કૂલો શરૂ થશે, તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી દીધી. મંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં એકથી પાંચ ધોરણનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ જશે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદ સુરતથી સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમા છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શિક્ષણનુ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થયુ છે, અને વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હતા. હવે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં એકથી પાંચવા વર્ગો ધમધમતા દેખાશે. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, એકથી પાંચના વર્ગો આવતીકાલથી એસઓપીના અમલ સાથે શરૂ કરાવવામાં આવશે. વાલીઓની મંજૂરી સાથે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરાશે.

બાળક જ્યાંથી ભુલ્યા છે ત્યાંથી ભણાવવાનું શરૂ કરાશે. જૂની ગાઈડલાઈન પ્રમાણે અભ્યાસ કરવામાં આવશે. આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરાશે. વાલીની મંજૂરી મેળવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો. ગુજરાતમાં વેકસીનની કામગીરી ઝડપથી કરાઈ છે. દેશભરમાં ગુજરાત વેકસીન લેવામાં આગળ છે. શાળા કોલેજોમાં ઓફલાઇન ઓનલાઈન અભ્યાસ શરુ કરાયા છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 44  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી.   આજે 4,10,463 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, ગાંધીનગર  કોર્પોરેશનમાં 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 2, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2,  સાબરકાંઠા 2, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 7  અને  વલસાડમાં 4  કોરોનાના  કેસ નોંધાયા છે.  

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 323  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 319 નાગરિકો સ્ટેબલ છે. 8,16,770  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2212 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11808 નાગરિકોને રસીનો પ્રથમ અને 95610 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35728 નાગરિકોને રસીનો પ્રથમ અને 265099 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,10,463 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,69,79,814 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ,   જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget