શોધખોળ કરો
સુરતઃ લોકડાઉનમાં ફરતા રોકતા યુવકે CISF જવાનને ભર્યું બચકું, યુવક નીકળ્યો HIV પોઝિટીવ
આ યુવક HIV પોઝીટીવ નીકળતા પોલીસ અને CISF જવાન ચિંતામાં મુકાયા હતા. યુવક પાસેથી એચઆઈવીની દવાઓ પણ મળી આવી હતી.

સુરતઃ લોકડાઉન દરમિયાન પોલીસ અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર સતત હુમલાઓની ઘટના બની રહી છે ત્યારે સુરતમાં પણ સુરક્ષા જવાન પર હુમલાની કરવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, લોકડાઉનમાં સુરતના રંદેરના રામનગર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે.લોકડાઉનમા લટાર મારવા નીકળેલા એક યુવકને ફરજ પર હાજર CISFના જવાને રોક્યો હતો. જોકે, જવાને પોતાને રોકતા યુવકે જવાનના હાથમાં બચકું ભરી લીધું હતું. આ યુવક HIV પોઝીટીવ નીકળતા પોલીસ અને CISF જવાન ચિંતામાં મુકાયા હતા. યુવક પાસેથી એચઆઈવીની દવાઓ પણ મળી આવી હતી.
યુવકે બચકું ભરતા CISFના જવાનની આંગળીમાંથી લોહી વહેવવા લાગ્યું હતું. CISF જવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવક એચઆઇવી પોઝિટીવ નીકળતા પોલીસ અને સીઆઇએસએફ જવાન ચિંતામાં મુકાયા હતા. યુવકને એચઆઈવી હોવાને કારણે જવાનને ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે. આ મામલે સુરત ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેએ યુવક સામે ગુનો નોંધ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ કમિશનરને કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
